પામ્યાં પામ્યાં રે ભવજળ પાર, શ્રીહરિ સંત મળી ૧/૧

પામ્યાં પામ્યાં રે ભવજળ પાર, શ્રીહરિ સંત મળી;
			વામ્યાં વામ્યાં રે દુ:ખ અપાર, શ્રીહરિ સંત મળી...ટેક.
નામ્યાં નામ્યાં રે શિર પ્રભુ પાય...શ્રી૦ જામ્યાં જામ્યાં રે સુખ ઉરમાંય...શ્રી૦ ૧
સર્યાં સર્યાં રે સરવે કાજ...શ્રી૦ કર્યાં કર્યાં રે પૂરણકામ...શ્રી૦ ૨
લીધો લીધો રે પૂરણ લાવ...શ્રી૦ દીધો દીધો રે જમ શિર પાવ...શ્રી૦ ૩
જોયું જોયું રે જગમાં જરૂર...શ્રી૦ ખોયું ખોયું રે દુ:ખડું દૂર...શ્રી૦ ૪
વળી વળી રે રંગડાની રેલ...શ્રી૦ ફળી ફળી રે સુફળ વેલ્ય...શ્રી૦ ૫
મળી મળી રે મહાસુખ મોજ...શ્રી૦ દળી દળી રે જમદૂત ફોજ...શ્રી૦ ૬
હુવો હુવો રે જય જયકાર...શ્રી૦ જુવો જુવો રે સુખ અપાર...શ્રી૦ ૭
સહે સહે રે કોણ દુ:ખ દ્વન્દ્વ...શ્રી૦ કહે કહે રે નિષ્કુળાનંદ...શ્રી૦ ૮
 

મૂળ પદ

પામ્યાં પામ્યાં રે ભવજળ પાર શ્રી હરિ સંત મળી

મળતા રાગ

ધોળ ઢાળ- આજ આવિયો આનંદ અંગ

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)
અજાણ રાગ
શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0