પ્રાણજીવન શું પોઢી રહ્યા ઉઠો આળસડું મોડી મુખડું જોવા મુનિવર આવ્યા ૪/૪

પ્રાણજીવન શું પોઢી રહ્યા, ઉઠો આળસડું મોડી ;
મુખડું જોવા મુનિવર આવ્યા, ઉભા કર જોડી. પ્રાણ૦
દોણું વલોણું મેલીને સર્વે, આવી વ્રજનારી ;
મોરલડી સુણવાની મનમાં, આશા છે ભારી. પ્રાણ૦૧
રૂપાળો શિર બાંધો રેંટો, ગૂંઢે રંગ ઘેરો ;
અજબ સુરંગી આંગલડી, પ્યારા મોહનજી પેરો. પ્રાણ૦ર
બાજુ કાજુ બેરખડા ધરો, હેમ કડાં હાથે ;
બ્રહ્માનંદવારી જાય, તારી મૂર્તિને માથે. પ્રાણ૦૩

મૂળ પદ

પ્રાત થયું પંખી બોલ્‍યાં

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

પરંપરાગત (સ્વરકાર)
પ્રભાતિયાના પદો
Studio
Audio
0
0