મહી માખણ માગે રે માવો મહી માખણ માગે ૧/૪

મહી માખણ માગે રે માવો, મહી માખણ માગે ;
પ્રભાતે ઉઠીને માવો, મહી માખણ માગે. ટેક૦
ઊંઘમાંથી અલબેલો ઉઠયા, નેણાં નિદ્રાળુ ;
જમવા સારુ ઝઘડે ઉભા, ભૂધર ભૂખાળુ. પ્રભા૦૧
ગોકુળિયાની નારી સર્વ, આવી છે જોવા ;
કજિયાળો કાનુડો દે નહીં, ગાવલડી દોવા. પ્રભા૦ર
માતાજી આ મહી તમારું, નાખીશ હું ઢોળી ;
બ્રહ્માનંદના નાથે ઝાલી, મહીડાંની ગોળી. પ્રભા૦૩

મૂળ પદ

મહી માખણ માગે રે માવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઉદયની આરાધના
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૧
Studio
Audio
1
0