સૂનું મુક્યું તમે ગઢડું રે, ક્યાં ગયા ધર્મકુમાર રે, શામળિયા ૨/૪

સૂનું મુક્યું તમે ગઢડું રે, ક્યાં ગયા ધર્મકુમાર રે;
			શામળિયા, સુણો કહું એક વિનતિ રે...ટેક.
ઉન્મત્ત ગંગાના નીરમાં રે, લીલા કરતા અપાર રે...શામળિયા૦ ૧
તમ વિના પુરના જનને રે, અન્ન વિષ તુલ્ય થાય રે...શામળિયા૦ ૨
અક્ષર ઓરડીમાં બેસતા રે, તમ વિના સૂની દેખાય રે...શામળિયા૦ ૩
રાજ મારગમાં ચાલતા રે, સર્વે મુનિ ચારે પાસ રે...શામળિયા૦ ૪
બ્રહ્માનંદના નાથજી રે, આવો વહેલા અવિનાશ રે...શામળિયા૦ ૫
 

મૂળ પદ

શેરી ભલી પણ સાંકડી રે, નગર ભલું પણ દૂર રે, કેસરિયા

મળતા રાગ

મેવાડો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની
શિવરંજની
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0