વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કે’શું કે’વાને જો રે’શું રે. ૧/૧

૧/૧ ૮૩૩

પદ રાગ જકડી -

વચન લોપી જાણે સુખ લેશું રે,

તે તો કે'શું કે'વાને જો રે'શું રે. વચન૦ ટેક૦

જ્યારે પશ્ચિમે પ્રગટે રવિરે,

થાશે બીજ રહિત પૃથવીરે  ।

તોયે નહિ થાય રીત એ નવીરે. વચન૦।।૧।।

જ્યારે શૂન્ય સુમનની સ્રજ થાશેરે,

ઝાંઝું જળ પાને જન ધાસે રે ।

તોયે એ વાત કાંઇ મનાશે રે. વચન૦ ।।૨।।

સુત ષંઢથી પામશે નારીરે,

મળશે માખણ વલોવતાં વારીરે ।

તોયે વિમુખ સુખ રે'શે હારીરે. વચન૦।।૩।।

એહ વાત પ્રમાણ છે પકીરે,

તે તો ખોટી ન થાય કોઇ થકીરે ।

કહે નિષ્કુલાનંદ એમ નકીરે. વચન૦ ।।૪।।

મૂળ પદ

વચન લોપી જાણે સુખ લેશું રે, તે તો કે’શું કે’વાને જો રે’શું રે.

રચયિતા

નિષ્કુળાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
0