જય હરિ, (૩) સકળ જગ સ્વામી, અખિલેશ્વર અક્ષર ધામી.૧/૨

પદ-૧………….૧/૨
!! પુરુષોત્તમ નારાયણનું માહાત્મ્ય પૂર્વક ધ્યાન !!
(રાગ ઈંગ્રેજી ઢબનો બનઝારો )
 
જય હરિ, (૩) સકળ જગ સ્વામી,અખિલેશ્વર અક્ષર ધામી.  ટેક.
છો અકળિત અંતરજામી,બલવંત પ્રભુ બહુનામી
રસરૂપ રમા વિશ્રામી૧.ધરું ઉર ધ્યાન કરું ગુણગાન ,
તજી અભિમાન, ગરુડના ગામી .  અખિલેશ્વર-૧
છો સદા , (૩) સરવ સુખદાતા,ત્રિભુવન પતિ જન ત્રાતા;
તવ ચરણ ઠરણ ઠેકાણુ,એમ હું મુજ ઉરમાં જાણું,
વાલા રસનાથી શું વખાણું ?કરો મુજ ક્ષેમ ,
પુરો ધરું પ્રેમ, રિઝો તમે જેમ;અચળ પદ પામી,  અખિલેશ્વર-૨
છો હરિ, (૩) અખિલજગભુપ ,સુખદાયક દિવ્ય સ્વરૂપ
તવ રોમ કૂપ૨ પ્રત્યેકઆવાં વિશ્વ વસે છે અનેક,
સંભાળ કરો સવિવેક;એવા જે અમાપ, પ્રગટ થઇ આપ,
જણાવ્યો પ્રતાપન રાખી ખામી .  અખિલેશ્વર-૩
શિર ધરુ (૩) ચરણરજ પ્યારાદીનબંધુ ધર્મ દુલારા૩;
જય વિશ્વવિહારી અમારીકરો રક્ષા દિનદુ;ખહારી,
તવ મૂર્તિ મંગળકારી ;કરુ છું પ્રણામ , ગાઉ ગુણગ્રામ,
પામે સુખધામવેદના વામી.  અખિલેશ્વર-૪
 
૧. રમાવિશ્રામી= લક્ષ્મી જેને ઠરવાનુ ઠેકાણુ
૨. રોમકૂપ = રુંવાડા રૂપી છિદ્ર, ૩. દુલારા = પુત્ર. 

મૂળ પદ

જય હરિ, (૩) સકળ જગ સ્વામી, અખિલેશ્વર અક્ષર ધામી.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી