સખી જુઓ (૩) શ્રી કુંજવિહારી રમે ગેડી લઇ ગિરધારી;૨/૨

પદ-૨ …………..૨/૨

!! શ્રીકૃષ્ણ નારાયણની લીલાનું સ્મરણ !!

સખી જુઓ (૩) શ્રી કુંજવિહારી

રમે ગેડી લઇ ગિરધારી; ટેક

સરખા લઇ બાળક સંગે

જુઓ રમે અધિક ઉછરંગે;

શોભે છે શામળ રંગે ;

કરી ખુબ ખેલ, રમે રંગ રેલ, છબીલો છેલ;

જુએ નરનારી , રમે ગેડી લઇ . (૧)

જુઓ દડા (૩) સંઘાતે દોટ, દઇને ન ચૂકે હરિ ચોટ;

દૈતોના માથાં આમ,

રખડાવીશ ઠામો ઠામ.

એમ સુચવે શ્રી ઘનશામ;

રૂડુ જુઓ રૂપ , બન્યુ છે અનુપ, લાજે રતિભુપ૧

જોઇ મોરારી, રમે ગેડી લઇ . (૨)

શિર ધર્યો (૩) મુગટ જદુનાથે, ગેડીને ગ્રહી છે હાથે,

કુંડળ બેઉ કાને શોભે,

ખરે રવિ શશી મન ક્ષોભે ,

જોઇ જોઇને મનડુ લોભે,

ગળે મણીમાળ , ધરી છે રસાળ, જુઓ પ્રતિપાળ

ઉભા અવતારી , રમે ગેડી લઇ . (૩)

મુખ હસે (૩) જુઓ મંદ મંદ, શોભે છે શરદનો ચંદ

શ્રમજલના૨ બિંદુ કપોળે,

જાણે મોતી થયા ત્યાં ટોળે,

મહા મોટા મુનિવર ખોળે;

અહો ! સખી આજ, એવા વૃજરાજ, મળ્યા મહારાજ;

સદા સુખકારી, રમે ગેડી લઇ . (૪)

નિજસખા (૩) ને લાડ લડાવે, આનંદ આનંદ ઉપજાવે;

જુઓ વિશ્વવિહારી લાલ,

કરે ખુબ નિજ જનમાં ખ્યાલ,

બહુ વહાલા લાગે આ બાલ;

પુરી કરી પ્રીત, ખાંતિલે ખચિત, ચોર્યુ મુજ ચિત્ત;

રિઝુ ઉર ધારી, રમે ગેડી લઇ. (૫)

_______________________________________________

૧. રતિભુપ = કામદેવ

૨.શ્રમજલના બિંદુકપોળે= પરસેવાથી કપાળમાં મોતીના

જેવા ટીપા બંધાય છે તે.

મૂળ પદ

જય હરિ, (૩) સકળ જગ સ્વામી, અખિલેશ્વર અક્ષર ધામી.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી