આવો વિશ્વવિલાસી, શ્રીસુખરાશી, સુંદર શ્રીઘનશ્યામ ૨/૩

આવો વિશ્વવિલાસી, શ્રીસુખરાશી, સુંદર શ્રીઘનશ્યામ;
	સ્મરે સિદ્ધ ચોરાસી, યોગ અભ્યાસી, સુંદર શ્રીઘનશ્યામ	...ટેક.
અક્ષરધામના ધામી અકામી, સ્વામી શ્રીજીમહારાજ;
	ગરુડગામી હે બહુનામી, આવો તમે હરિ આજ રે		-આવો૦ ૧
દાસતણા છો ત્રાસ નિવારણ, પૂરણ ગુણપ્રકાશ;
	આપતણી ઇચ્છાએ રહ્યા છે, અવની વાયુ આકાશ રે		-આવો૦ ૨
વિશ્વમાં વ્યાપક વિશ્વથી ન્યારા, વિશ્વતણા આધાર;
	એક ભ્રકુટી વિલાસે કરો છો, સૃષ્ટિ પાલન સંહાર રે		-આવો૦ ૩
સુખ દેવાં હોય સંતને જ્યારે, ત્યારે ધરો અવતાર;
	આ સમે ધર્મથી પ્રગટ થઈને, ભારે હર્યો ભૂમિભાર રે		-આવો૦ ૪
કાળના કાળ કૃપાળ તમે છો, પ્રેમીતણા પ્રતિપાળ;
	સ્નેહ આણી સેવકને સંભાળો, બળવંત ભક્તિના બાળ રે	-આવો૦ ૫
પ્રાણના પ્રાણ સુજાણ તમે છો, સુંદર સુખની ખાણ;
	અશરણ શરણ છે ચર્ણ તમારાં, માયાથી કરણ મુકાણ રે	-આવો૦ ૬
દીનદયાળક જનપ્રતિપાળક, ટાળક કષ્ટ અનેક;
	પાપપ્રજાળક ભક્તિના બાળક, નેહ નિહાળક ટેક રે		-આવો૦ ૭
પાંડવ દ્રોપદી આદિ ને વળી, સીતાની લીધી સંભાળ;
	એવી વાલાજી મે’ર આણી આવો, વિશ્વવિહારીજીલાલ રે	-આવો૦ ૮
 

મૂળ પદ

આવોજી અવતારી , આનંદકારી, પ્રીતમ જીવન પ્રાણ;

મળતા રાગ

આવો અક્ષરધામી , અંતર જામી, પ્રીતમ મારા પ્રાણ ઢાળ : આવો પ્રીતમ પ્યારા (રાગ-માઢ)

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી