આવો છેલ છોગાળા, કાન ગોવાળા, કામણગારા કંથ;૩/૩

પદ -૫ ……………………૩/૩

શ્રીકૃષ્ણ વિષે
આવો છેલ છોગાળા, કાન ગોવાળા, કામણગારા કંથ;. ટેક
વા'લા વૃજરાજ રૂપાલા, છો મરમાળા, મોરલીવાળા.
કામણગારા કંથ રે. (ટકે)
ગોકુળ મેલી – મથુરા ગયા છો, જ્યારથી શામ સુજાણ;
ત્યારથી રાત દિવસ તલફે છે, ગોપીજનના પ્રાણ રે.
આવો છેલ.- (૧)
દિનબંધુ તવ દર્શન વિના, સુનો લાગે આ સંસાર;
બાગ હવેલી ને બંગલા સરવે. ભાસે મહા ભયંકાર રે.
આવો છેલ.- (૨)
સુખ દેનાર પદારથ સરવે, થયાં છે દુઃખ દેનાર;
વેગે આવો વૃજરાજ લાડિલા, આપવા સુખ અપાર રે.
આવો છેલ.- (૩)
ઇંદ્ર કોપ્યો અમ ઉપર જ્યારે, ત્યારે ધરી ગિરિરાજ;
વૃષ્ટિ તણું મહા કષ્ટ નિવાર્યું, ગોવિંદ ગરીબ નિવાજ રે. આવો છેલ.- (૪)
બાળકને હરનારી આવી, માસી પૂતના ઘોર;
પ્રાણસહિત પયપાન કરી, તમે મારી નંદ કિશોર રે. આવો છેલ.- (૫)
જાદવકુળને દુઃખ દેનારો, માર્યો મામો કંસ;
શરણાગતના સુખને માટે, ઉખાડ્યો એનો વંશ રે. આવો છેલ.- (૬)
જ્યાં જ્યાં ભીડ પડે નિજજનને, ત્યા જઇને તતકાળ;
અંતરમાં જનનુ દુઃખ આણી, શામળા લ્યો છો સંભાળ રે. આવો છેલ.- (૭)
તે માટે પ્યારા વેહેલા પધારો, પ્રજળે અમારા પિંડ;
દુઃખ વિયોગતણુ દૂર કરીને , આપો સુખ અખંડ રે. આવો છેલ.- (૮)
બિલાડીના બચ્ચા નિંભામા, જેમ રાખ્યા જદુરાય;
પાંડવને લાખાગૃહથી ઉગાર્યા, શામળા થઇને સહાય રે. આવો છેલ.- (૯)
નાવના કાગ સમાન થઇ છે, ગતિ અમારી ગોવિંદ;
આ દુઃખ દરિયાનો પાર ન આવે, આપ વિના વ્રજચંદ રે. આવો છેલ.- (૧૦)
ખાનને પાનનું ભાન તજીને , કરીએ તવ ગુણગાન;
વિશ્વવિહારીલાલ પધારો, ભેટવા શ્રી ભગવાન રે. આવો છેલ.- (૧૧)
૧. પિંડ= શરીર, ૨.નીંભા = નીંભાડો.

 

મૂળ પદ

આવોજી અવતારી , આનંદકારી, પ્રીતમ જીવન પ્રાણ;

મળતા રાગ

આવો અક્ષરધામી , અંતર જામી, પ્રીતમ મારા પ્રાણ ઢાળ : આવો પ્રીતમ પ્યારા (રાગ-માઢ)

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી