સુણો વિવેકી જન મુજ વાત, અંતર શત્રુને મારી કાઢો રે, ૧/૨

પદ-૬ …………૧/૨

!! ઉપદેશ વિષે !!

સુણો વિવેકી જન મુજ વાત, અંતર શત્રુને મારી કાઢો રે,

કહું આજ હું થઇ રળીઆત, અંતર શત્રુને મારી કાઢો રે.

ધરી હિંમતના હથિયાર, અંતર.

મારો મારો પૂરા પાપીઓને મારઃ અંતર. (૧)

ધરી ધીરજની કર ઢાલ, અંતર.

બાંધી રુંધી કરો શત્રુને બે હાલ. અંતર. (૨)

ઝાલો જ્ઞાનની તીખી તલવાર, અંતર.

ઝાલો વૈરાગ્યનો ભાલો ભયંકાર; અંતર. (૩)

કામ ક્રોધ લોભ મોહ જેહ ચોર, અંતર.

બની શુરા પૂરા હરો એનું જોર; અંતર. (૪)

જેણે મોટા મોટાની લીધી લાજ; અંતર.

તોડી ફોડી મૂળ કાઢો એનું આજ; અંતર. (૫)

જેણે ભ્રષ્ટ કીધાં સહુ નરનાર, અંતર.

જેથી જગતમાં વધ્યો અનાચાર, અંતર. (૬)

તેવા શત્રુ સામા ધરી એક ટેક; અંતર.

મારો બોધ રૂપી બાણ અનેક; અંતર. (૭)

પેહેરી ધર્મનુ બખ્તર ધીર અંતર.

કરો રાજી રાજી શ્રીજી શૂરવીર. અંતર. (૮)

સેવો સતસંગ રૂપી રૂડો કોટ; અંતર.

જેથી શત્રુ તણી ખાલી જાય ચોટ, અંતર. (૯)

દશ ઇંદ્રિયોને વશ રાખો એમ; અંતર.

રાજા કેદીઓને રાખે છે જેમ. અંતર. (૧૦)

રાખો નિર્મલ મન નિરધાર; અંતર.

કરવા રાજી શ્રી ધરમકુમાર. અંતર. (૧૧)

શ્રદ્ધા વડે ભક્તિ જો કરાય; અંતર.

તરત અંતર શત્રુ તો જીતાય. અંતરશ (૧૨)

વર્ણીવેશ તમે બ્રહ્મરૂપ૧ , અંતર.

સેવો શ્રીજીનુ દિવ્ય સ્વરૂપ. અંતરશ (૧૩)

અંતે પામશો અક્ષર ધામ, અંતર.

જેમાં વસે સદા ઘનશામ. અંતર. (૧૪)

માટે હિંમત ધરી કરો કાજ, અંતર.

જીતો અનાદિના વેરીને આજ. અંતર. (૧૫)

રાખો શ્રીજી વચનની સંભાળ, અંતર.

કહે વિશ્વવિહારાજીલાલ. અંતર. (૧૬)

૧.= બ્રહ્મરૂપ= ત્રણ દેહથી જુદા પડીને આત્મારૂપ થવું તે.

મૂળ પદ

સુણો વિવેકી જન મુજ વાત, અંતર શત્રુને મારી કાઢો રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી