ધરો ઉર શ્રી ધરમકુમાર, છબીલાજીની છબી જુઓ રે.૨/૨

પદ-૭ …………………૨/૨

!! મહારાજની મૂર્તિના વર્ણન વિષે !!

ધરો ઉર શ્રી ધરમકુમાર, છબીલાજીની છબી જુઓ રે.

અંગો અંગમાં શોભા અપાર, છબીલાજીની છબી જુઓ રે.

ચિન્હ સહિત ચરણ અનૂપ, છબીલાજીની.

સદા ભક્તને છે સુખરૂપ. છબીલાજીની. (૧)

પિંડી જાનું જંઘા બે અમૂલ્ય, છબીલાજીની.

શોભે કદળીના સ્થંભ તૂલ્ય.' છબીલાજીની. (૨)

કટી પિતાંબર ધર્યું સાર. છબીલાજીની.

પેખી ઉપજે છે પૂરણ પ્યાર. છબીલાજીની. (૩)

રાજે ત્રિવળી ઉદર માંય. છબીલાજીની.

ગોળ ગંભીર નાભી ગણાય. છબીલાજીની. (૪)

જુઓ હૃદય દયાનું ધામ. છબીલાજીની.

ઘણા વાલા લાગે ઘનશામ. છબીલાજીની. (૫)

છાતી ઉપડતી છટાદાર. છબીલાજી��ી.

તેમાં શ્રીવચ્છ શોભે છે સાર. છબીલાજીની. (૬)

શોભે ઉન્નત ઉત્તમ સ્કંધ. છબીલાજીની.

જોતા ટળે માયા કેરા બંધ. છબીલાજીની. (૭)

ભુજદંડ અભય દેનાર. છબીલાજીની.

કરૂં ઉરથી ન અળગા લગાર. છબીલાજીની. (૮)

કર આંગળી શોભે અપાર. છબીલાજીની.

જેમાં કાંચન મુદ્રિકા સાર. છબીલાજીની. (૯)

અંગે ઓઢી છે કાશ્મીરી શાલ. છબીલાજીની.

જેમા જરી બુટ્ટાનો ઘણો તાલ. છબીલાજીની. (૧૦)

કંઠે કૌસ્તુભ મણીની માળ. છબીલાજીની.

શોભે ચિબુક અધર પ્રવાળ. છબીલાજીની. (૧૧)

ગાલ જાણે ગુલાબનું ફૂલ. છબીલાજીની.

નાસા નેણની છબી અમૂલ્ય. છબીલાજીની. (૧૨)

ભાલે કેસર અરચા સાર, છબીલાજીની.

ભાળી ભૃકુટિ ધનુષ્યાકાર. છબીલાજીની. (૧૩)

જોતા જુગલ શ્રવણની જોડ. છબીલાજીની.

પૂરે કૃપાળુ જનના કોડ. છબીલાજીની. (૧૪)

છોગા સહિત શોભે શિરપાઘ. છબીલાજીની.

શિરપેચ તોરા જોયા લાગ. છબીલાજીની. (૧૫)

જોઇ વિશ્વવિહારીનું રૂપ. છબીલાજીની.

વંદે બ્રહ્માદિ ભુવનના ભૂપ. છબીલાજીની. (૧૬)

______________________________________

મૂળ પદ

સુણો વિવેકી જન મુજ વાત, અંતર શત્રુને મારી કાઢો રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી