જોયા શ્રીધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર ૧/૨

જોયા શ્રીધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર;
	પ્રીતમ પ્રાણઆધાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર...ટેક.
લક્ષ્મીબાગમાં વહાલો બિરાજે, સાથે મુક્ત અપાર...ચતુર૦ ૧
પાઘ ઝૂકી વામ ભાગ પેચાળી, છોગું મુગટ અનુસાર...ચતુર૦ ૨
આંબાના વૃક્ષ નીચે શ્રીહરિ બેઠા, મુક્તસભા મોજાર...ચતુર૦ ૩
જરકસી જામો સુંદર શોભે, શેલામાં સોનેરી તાર...ચતુર૦ ૪
પહેર્યો સુંદર સુરવાળ સોનેરી, રૂપેરી બુટ્ટાદાર...ચતુર૦ ૫
રેશમી કરમાં રૂમાલ બિરાજે, કંઠે હજારી હાર...ચતુર૦ ૬
અંગોઅંગ આભૂષણ ઓપે, ભારે ભભકાદાર...ચતુર૦ ૭
વિશ્વવિહારીની છબી નીરખી, પૂરણ ઊપજે પ્યાર...ચતુર૦ ૮
 

મૂળ પદ

જોયા શ્રીધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર

મળતા રાગ

ધનાશ્રી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0