મોહન મનાવ્યા રંગીલો મોહન મનાવ્યા ૩/૪

મોહન મનાવ્યા રંગીલો, મોહન મનાવ્યા ;
મીઠું બોલીને માતા જશોદાએ મોહન મનાવ્યા. ટેક૦
કોમલ કાજુ જોઇને હરિને, દાતણિયું દીધું ;
કંચન કેરી ઝારી લઇને, મુખ મંજન કીઘું. મીઠું૦૧
નીર ઉને નવરાવ્યા મોહન, અંગોઅંગ ચોળી ;
ચંદન કેરી કાંસકી સુંદર, લઇ ચોટી ઓળી. મીઠું૦ર
કેસર કેરી આડ કરે, માળા ફૂલની ધારી ;
બ્રહ્માનંદના વહાલાનું મુખ, નિરખે મહતારી. મીઠું૦૩

મૂળ પદ

મહી માખણ માગે રે માવો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી