જુઓ સખી વૃજરાજ રસિકવર, જુઓ સખી વૃજરાજ, ૨/૨

પદ- ૧૨ ……………૨/૨
!! શ્રીકૃષ્ણ નારાયણ વિષે. !!
 
જુઓ સખી વૃજરાજ રસિકવર, જુઓ સખી વૃજરાજ,
હરખ વધારે આજ રસિકવર, જુઓ સખી વૃજરાજ.  (ટેક)
બંસી વગાડી મન લલચાવે, મધુર સુણાવી અવાજ. રસિકવર.  (૧)
શિશ કલંગી છે નવરંગી, કુંડલ ઝળકે ઘણાંજ . રસિકવર.  (૨)
જોને સખી મુજ સામું નિહાળે, નેહ સહિત શિરતાજ, રસિકવર. (૩)
બંસી વગાડી કામણ કીધું, મનમોહન મહારાજ. રસિકવર.  (૪)
જીવડલા સાથે મેં જડિયા, ગિરધર ગરીબ નિવાજ, રસિકવર.  (૫)
જગજીવન મારું જીવન છે, ગોવિંદ ગુણ જહાજ. રસિકવર.  (૬)
દા'ડી હું દરશન કરું, ટાળીને લોકની લાજ. રસિક્વર.  (૭)
વિશ્વવિહારીની મૂરતિમાં, છે સહુ સુખનો સમાજ. રસિકવર.  (૮) 

 

મૂળ પદ

જોયા શ્રીધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર

મળતા રાગ

ધનાશ્રી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી