આજ તણી રજનીમાં મને , સ્વપ્ન આવિયું;૨/૨

  પદ- ૨૨ ……………૨/૨

.!! સ્વપ્નમાં શ્રીકૃષ્ણ નારાયણના દર્શન વિષે. !!
આજ તણી રજનીમાં મને , સ્વપ્ન આવિયું;
દર્શન દીનબંધુનું, રૂડી રીતે થયું.                              આજતણી (ટેક)
જાણે કોટી સૂરજ શશી, ઉગ્યા અંગમાં,
ગોવાળ તણા બાળ સખા, શોભે સંગમાં.                   આજતણી. (૧)
બંશીધર બંશી હાથમાં, ધરી હતી;
મૂરતિ જોઇ મોહ પામી ગઇ, મારી મતિ.                    આજતણી (૨)
મોર તણો મુગટ શિશ, કુંડળ કાનમાં;
તનન તનન તાલ વિષે, ગાય તાનમાં.                     આજતણી (૩)
કમળ તણી માળા, કાજુ કંઠમાં ધરી;
મુખ ત્ણે મરકલડે મારું, મન લીધું હરિ.                     આજતણી (૪)
હીરાગળ પીળું વસ્ત્ર, ધર્યું કટિ વિષે;
પાદુકા પાદાર્વિંદમાં, છે રૂડી દીસે.                              આજતણી (૫)
કમળ નેણ કૃષ્ણ, વિમળ વેણ ઉચર્યા;
બહુનામીના બોલ મારા, મન વિષે ઠર્યા.                    આજતણી (૬)
કમળાવર રાધાવર, જે જદુપતિ;
તે તણી કરી મેં પ્રીતે, વિમલ વિનતિ.                        આજતણી (૭)
હૃદય રૂપી મંદિરમાં, પધરાવિયા હરિ;
સેવા મારી અંગિકાર, શ્રી હરિએ કરી.                         આજતણી (૮)
વા'લ આણી વા'લે મને, વરદાન આપિયું;
કષ્ટ મારું કોટી જન્મ, તણુ કાપિયું.                            આજતણી (૯)
વિશ્વવિહારીલાલજીનાં, લીધાં મીઠડાં;
સ્વપ્ન વિષે સદૈવ એવાં , આપો સુખડાં.                   આજતણી (૧૦)
________________________________
 
મરકલડે= મુખ મલકાવવું તે
 
 

 

મૂળ પદ

માણકીના ઉપર આજ, નિરખ્યા હરિ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી