આજ જ્ઞાનબાગમાંહિ શ્રી હરિ વિરાજમાન, ૧/૨

 પદ- ૨૫ ………………૧/૨

(રાગ ભૈરવી ધૃપદ , ચૌતાલ.)
આજ જ્ઞાનબાગમાંહિ શ્રી હરિ વિરાજમાન,
આસપાસ શોભતા અનંત સંતવૃંદ છે.        આજ. (ટેક)
વસ્ત્ર અને અલંકાર , અંગમાં શોભે અપાર;
નિહાળી નિહાળી નાથ, ઉપજે આનંદ છે.   આજ. (૧)
કરુણાંએ ભર્યાં નેણ, સામું જુએ સુખદેણ;
મન હરનાર મૂરતિ વિષે, મુકુંદ છે.
વિશ્વમાં વિહારીલાલ, ખાંતેથી કરે છે ખ્યાલ;
મુખ હસે મંદમંદ, એવા સુખકંદ છે.            આજ. (૨)
_________________________________________________
૧. જ્ઞાનબાગ= શ્રી વરતાલપુરથી પૂર્વમાં જે બાગ છે તે, જેમા
રંગના હોજ છે તે બાગ.
 

મૂળ પદ

આજ જ્ઞાનબાગમાંહિ શ્રી હરિ વિરાજમાન,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી