મુખ નિરખી સુખ થાય, મોહનજીનું, મુખ નીરખી સુખ થાય ૧/૨

મુખ નિરખી સુખ થાય, મોહનજીનું, મુખ નીરખી સુખ થાય...ટેક.
કમળ સરીખું કોમળ મુખડું, શારદ ચંદ્ર લજાય...મોહનજી૦ ૦૧
પરમ પ્રસન્ન પ્રફુલ્લિત મુખને, લોચન જોઈને લોભાય...મોહનજી૦ ૦૨
ભાલ વિશાળમાં કેસર અરચા, પેખીને પ્રેમ પમાય...મોહનજી૦ ૦૩
કામ કમાન સમાન ભ્રકુટી, ભાળીને ભવદુ:ખ જાય...મોહનજી૦ ૦૪
અણિયાળી આંખડલી રૂપાળી, ચોંટી છે ચિત્તડા માંહ્ય...મોહનજી૦ ૦૫
શુકના સરખી નાસિકા નમણી, દીપક શિખા ઓલાય...મોહનજી૦ ૦૬
મલક મલક હસી જન સામું હેરે, ગીત ક્યારે રૂડાં ગાય...મોહનજી૦ ૦૭
દંત તણી છબી જોઈને દાડમ, ઊંધે માથે ઝોલાં ખાય...મોહનજી૦ ૦૮
વાલાનું વદન વિલોકીએ જ્યારે, હૈયું ત્યારે હરખાય...મોહનજી૦ ૦૯
અખિલ ભુવનની શોભા જે સર્વે, મુખ પર વારી નંખાય...મોહનજી૦ ૧૦
વિશ્વવિહારીલાલના મુખને, જોવા આવે સુરરાય...મોહનજી૦ ૧૧
 

મૂળ પદ

મુખ નિરખી સુખ થાય, મોહનજીનું, મુખ નીરખી સુખ થાય

મળતા રાગ

મારૂ ઢાળ : જોયા શ્રીધર્મકુમાર ચતુરવર

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અબ તો નાથ
Studio
Audio
0
0