મોહનને ભાળી, મોહ્યું મનમોહનને ભાળી.૨/૨

પદ – ૨૪ ……………૨/૨

મોહનને ભાળી, મોહ્યું મનમોહનને ભાળી. (ટેક)

ફૂલની સુંદર પાઘ ધરી છે, શિરપર પેચાળી. મોહ્યું મન. (૧)

ગજરાને હાર ગુલાબના પહેરી, આવે છે વનમાળી. મોહ્યું મન. (૨)

ફૂલતણી છડી સુંદર શોભે, કરમાં રૂપાળી. મોહ્યું મન. (૩)

ફૂલતણો સુરવાળને જામો, હરખું નિહાળી. મોહ્યું મન. (૪)

ફૂલનાં ઝાંઝર ચારૂ ચરણમાં, જોઇ ભ્રમણા ટાળી. મોહ્યું મન. (૫)

ચાલ ચટકતી ચંચલ ચાલે, મનહર મરમાળી. મોહ્યું મન. (૬)

નેણને વેણથી મનડુ વિંધ્યું છે. હાસ્યથી હદ વાલી. મોહ્યું મન. (૭)

વા'લો સખા સંગે વાતો રે કરતાં, દે છે કરતાળી. મોહ્યું મન. (૮)

નૌતમ દરશન આપી અમારી, મન વૃત્તિ વાળી. મોહ્યું મન. (૯)

જીવનને અમે જીવમાં ધરિયા, અંતર ઉજાળી. મોહ્યું મન. (૧૦)

મૂરતિ માવની જાણીયે મનને, પકડ્યાની જાળી. મોહ્યું મન. (૧૧)

વિશ્વવિહારીલાલજી સારુ, આ આવરદા ગાળી. મોહ્યું મન. (૧૨)

મૂળ પદ

મુખ નિરખી સુખ થાય, મોહનજીનું, મુખ નીરખી સુખ થાય

મળતા રાગ

મારૂ ઢાળ : જોયા શ્રીધર્મકુમાર ચતુરવર

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી