બાંધી વસંતી પાઘ પ્રીતમજીએ, બાંધી વસંતી પાઘ. ૧/૧

પદ-૩૦ …………..૧/૧

જોયા શ્રી ધર્મકુમાર ચતુરવર – એ રાગ

બાંધી વસંતી પાઘ પ્રીતમજીએ, બાંધી વસંતી પાઘ. (ટેક)

વાઘો વસંતી, શેલું વસંતી, પાઘ ઝૂકી વામભાગ.

પ્રીતમજી. (૧)

શોભે સુંદર સુરવાળ વસંતી, લાયક જોવા લાગ.

પ્રીતમજી. (૨)

આભૂષણ અંગોઅંગ વિરાજે, જોઇ ઉપજે અનુરાગ.

પ્રીતમજી. (૩)

મધુર મધુર મુખથી આલાપે, રસિક વસંતી રાગ.

પ્રીતમજી. (૪)

ફૂલના હાર તોરા ને ગજરા, ધરીયા શ્રીમહાભાગ,

પ્રીતમજી. (૫)

વિશ્વવિહારીલાલ રીઝાવા, ફૂલ્યો વસંત અથાગ.

પ્રીતમજી. (૬)

મૂળ પદ

બાંધી વસંતી પાઘ પ્રીતમજીએ, બાંધી વસંતી પાઘ.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી