આવે છે સખી જોને આ પ્રાણ આધાર, ૧/૨

 પદ-૩૪ ……………..૧/૨

( રાગ જંગલો )
જોયા શ્રીધર્મકુમાર ચતુરવર, જોયા શ્રીધર્મકુમાર, -એ રાગ
“ બતા દે સખી કોન ગલી ગયો શામ” એ રાગ પ્રમાણે.
આવે છે સખી જોને આ પ્રાણ આધાર,
આવે છે સખી જોને આ પ્રાણ આધાર.             (ટેક)
ચાલ ચપળ કળહંસના જેવી, સાથે સખા દશબાર.                 આવે છે. (૧)
મરમાળી છબી આજ નિહાળી, રૂપાળી રસદાર.                        આવે છે. (૨)
વસ્ત્ર ઘરેણાં, અંગે ઘણેરાં, ધાર્યા શ્રીધર્મકુમાર.                         આવે છે. (૩)
પ્રેમવતીસુત શ્રી પુરુષોત્તમ, પેખીને ઉપજે છે પ્યાર.             આવે છે. (૪)
આપણને સુખ આપવા સારું, ધાર્યો છે આ અવતાર.              આવે છે. (૫)
ભવ બ્રહ્મા જેનાં દર્શન ઇચ્છે, આવે તે ચાલી મમ દ્વાર.        આવે છે. (૬)
અક્ષરધામી અંતરજામી, થયા મનુષ્યાકાર.                         આવે છે. (૭)
નેતિ નેતિ જેને નિગમ પોકારે, ઉપનિશદનો સાર.                  આવે છે. (૮)
સર્વમાં વ્યાપક સર્વથી ન્યારા, અખિલ ભુવન આધાર.          આવે છે. (૯)
જેના સારું જોગી જોગને સાધે, કરી કેવળ ફળાહાર.                 આવે છે. (૧૦)
કાળ માયા જેના પ્રેર્યા કરે છે સૃષ્ટિ પાલન સંહાર.       આવે છે. (૧૧)
ધન્યધન્ય ભાગ્ય આપણાં સજની, મળીઆ સકળ શિરદાર. આવે છે. (૧૨)
તપ તીરથ વ્રત કોટી જગનથી, દુર્લભ જેના દેદાર.                   આવે છે. (૧૩)
સર્વોપરિ શુભ સ્વામી પામી, ખામી રહી ન લગાર.                આવે છે. (૧૪)
વાસ કર્યો મમ મંદિર વા'લે, આણીને પ્રેમ અપાર.                આવે છે. (૧૫)
ભગવત સુતને ભાવ ધરીને , વંદીએ વાર હજાર.                 આવે છે. (૧૬)
 

મૂળ પદ

આવે છે સખી જોને આ પ્રાણ આધાર,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી