પ્રેમવતી સુતથી પ્રેમ, બંધાણો બેની, એ રંગ રસિયો મુજ મન વસિયો ૨/૨

પ્રેમવતી સુતથી પ્રેમ, બંધાણો બેની (૨)...ટેક.
એ રંગ રસિયો મુજ મન વસિયો, કહો ભૂલું હવે કેમ;
		હાં રે બેની કહો ભૂલું હવે કેમ...બંધાણો૦ ટેક.
દરશન કરીએ અંતર ધરીએ, નિત્ય નિત્યનું થયું નેમ;
જીવનને જીવ સાથે જડયા છે, જડે સોનામાં મણિ જેમ;
		હાં રે બેની જડે સોનામાં મણિ જેમ...બંધાણો૦ ૧
જેવી પટોળે ભાત પડે છે, મુજ ઉરમાં થયું એમ;
ચકોર ચંદ્રને જોઈ રહે જેમ, ટેવ પડી મુને તેમ;
		હાં રે બેની ટેવ પડી મુને તેમ...બંધાણો૦ ૨
પ્રભુ પ્રસંગે અંગ ઉમંગે, અનેક ટળિયા વહેમ;
શ્રીભગવતસુતનું ભલી ભાતે, ખુશી થઈ કરો ક્ષેમ;
		હાં રે બેની ખુશી થઈ કરો ક્ષેમ...બંધાણો૦ ૩
 

મૂળ પદ

આવે છે સખી જોને આ પ્રાણ આધાર,

મળતા રાગ

ઢાળ : બતાદે સખી કોન ગલી ગયો શ્યામ

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Studio
Audio
1
1