વૃંદાવનમાં, પ્રેમથી પ્યારી, નિરખ્યા આજ શ્રી નવલવિહારી. ૧/૧

પદ- ૩૬ ……………….૧/૧

શ્રી કૃષ્ણનારાયણ વિષે.

(પદ રાગ સિંહાનો કનરો)

“પ્રીતમ મારા, નાશી જાઓ શું ? પ્રીત કરી ક્યાં મુજને રે

મૂકી, પ્રીતમ. “ એ રાગ પ્રમાણે

વૃંદાવનમાં, પ્રેમથી પ્યારી,

નિરખ્યા આજ શ્રી નવલવિહારી. વૃંદાવનમાં. (ટેક)

કુંજલતામાં કૃષ્ણ વિરાજે,

માધવી માલતીની છબી સારી. વૃંદાવનમાં. (૧)

ફૂલ્યો બાગ, ફૂલી વન વેલી;

ફૂલ્યા લાલ ફૂલી વ્રજનારી. વૃંદાવનમાં. (૨)

ચંપાની કળિયો, ચિત ચોરે,

ગુલદાવદીની છબી ગુણકારી. વૃંદાવનમાં. (૩)

લિંબુડી, દાડમડી લચી છે,

સદળી૧ કદળી ફળી સુખકારી. વૃંદાવનમાં. (૪)

અમળ કમળ જમુનાજળ ઉપર,

ભ્રમર ભમે પરિમલને વિચારી. વૃંદાવનમાં. (૫)

ત્રિવિધ૨ સમીર , વહે સુખ દેવા,

સેવા વિશ્વપતિની ધારી. વૃંદાવનમાં. (૬)

રાધા સંગ, રમે રંગ રસીયો,

અંગ ઉમંગ અભંગ વધારી. વૃંદાવનમાં. (૭)

વિશ્વવિહારી લાલ નિરખતા,

આજ ઠરી મન વૃતિ અમારી. વૃંદાવનમાં. (૮)

૧. સદળી કદળી = પાંદડાવાળી કેળ.

૨. ત્રિવિધ સમીર= શીત, મંદ અને સુગંઘી વાયુ.

મૂળ પદ

વૃંદાવનમાં, પ્રેમથી પ્યારી, નિરખ્યા આજ શ્રી નવલવિહારી.

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી