સખી નટવર નાનકડાની સાથે રે, નેડો મારે લાગ્યો લાગ્યો.૨/૨

પદ- ૩૯ ………………..૨/૨

સખી નટવર નાનકડાની સાથે રે,

નેડો મારે લાગ્યો લાગ્યો. (ટેક)

જળ જમુનાના ભરવા ગઇ રે, સરખી સાહેલીની સાથ;

ઓચિંતે આવી અલબેલડે, કંઇ હેતે ઝાલ્યો મારો હાથ રે.

નેડો મારે. (૧)

કેસર અરચા ભાલમાં રે, મધુરીશી મોરલી વા'ય;

અણિયાળી એની આંખડી, મારે ચોંટી છે ચિત્તડામાંય રે.

નેડો મારે. (૨)

માથે મુગટ જડાવનો રે, કુંડળ મકરાકાર;

પીળી ઓઢી પામરી, કંઠે હિરા મોતીના હાર રે.

નેડો મારે. (૩)

પાતળિયાસું પ્રીતડી રે, એવી લાગી મારે ઉર;

દૂધ માંહિ મળે મીસરી રે, જેવી રીતે જરૂર રે.

નેડો મારે. (૪)

શામળિયાના સ્નેહથી રે, મન મારૂં મકલાયઃ

વા'લે વેધ્યો મારા જીવને, જેમ મણી તે મણીથી વેધાય રે.

નેડો મારે. (૫)

મીઠું બોલી મન હર્યું રે, કામણ કીધું કાંયઃ

પરવશ વર્તે પ્રાણ આ, હવે ગોઠે નહીં ઘરમાંય રે.

નેડો મારે. (૬)

ઘનશામે ઘાયલ કરી રે, શુદ્ધ ન રહી શરીર;

મૃગને પાડી પાસમાં, જેમ શિકારી મારે તીર રે.

નેડો મારે. (૭)

દરદ મટે આ દિલનું રે, વૈદ્ય આવે વ્રજરાજ;

નાડી નિરખે નેહથી, તો સાંપડે સુખ સમાજ રે.

નેડો મારે. (૮)

અમૃત કુંપી આણીને રે, સુંઘાડે કરી સ્નેહ;

ગોળી આપે જ્ઞાનની, તો દુઃખી રહે નહીં દેહ રે.

નેડો મારે. (૯)

નિત્ય નિયમ હવે એટલું રે, નિરખવા નંદકુમાર,

વિશ્વવિહારીલાલજીથી , પૂરણ બાંધ્યો પ્યાર રે

નેડો મારે. (૧૦)

નેડો = નેહ, સ્નેહ.

મૂળ પદ

મુખ બતિયા કેસી કહી જાય રે, સુનહો મોરી સૈયાં સૈયાં .

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી