જોને વંશીધર વંશી વગાડે, વંશી વગાડે, ૧/૧

પદ- ૪૨……………..૧/૧

જોને વંશીધર વંશી વગાડે, વંશી વગાડે,

વા'લો વંશી વગાડે. જોને. (ટેક)

કુજ ભુવનમાં કામણગારો, વંશી વડે આનંદ પમાડે.

જોને વંશીધર. (૧)

વાંશની છે પણ વા'લે રાખી છે, ગુણિયલ ગુણને શ્રેષ્ઠ દેખાડે.

જોને વંશીધર. (૨)

જોને સખી આ વાંશની વંશી, મોહની મંત્રની શીશી સુંઘાડે.

જોને વંશીધર. (૩)

આપણા ચિત્તને એહ ચોરે છે, લાલને જોવાની લાલચ જગાડે.

જોને વંશીધર. (૪)

વંશી નથી પણ પ્રેમનો પાશ છે, મનની વ્યાધી એ સર્વે મટાડે.

જોને વંશીધર. (૫)

વેરી હશી કે વા'લી હશે શું ? જામનીમાં જોર કરીને જગાડે.

જોને વંશીધર. (૬)

પુરુષોત્તમની પાસે રહીને, ડહાપણ આપણને કેવું દેખાડે.

જોને વંશીધર. (૭)

કોકિલ પોપટ મોર મેનાને, સ્વરની જાતિના ભેદ શીખાડે.

જોને વંશીધર. (૮)

વા'લાનું મન વશ કરી લેવા, કેવો ચાતુરીનો રંગ ચખાડે.

જોને વંશીધર. (૯)

વિશ્વવિહારીલાલજી એને, દૂર નથી કરતા કોઇ દહાડે.

જોને વંશીધર. (૧૦)

મૂળ પદ

જોને વંશીધર વંશી વગાડે, વંશી વગાડે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી