નિરખ્યા નંદકિશોર નટવર, ૧/૧

પદ -૪૩……………..૧/૧

રાગ ભૈરવિ

નિરખ્યા નંદકિશોર નટવર, નિરખ્યા (ટેક)

હંસને હસ્તીનું માન મૂકાવે, ચાલે ચટક ચિત્તચોર. નટવર. (૧)

વસ્ત્ર આભૂષણ અંગ અનુપમ, બાંધ્યાં બાજુડામાં બોર. નટવર. (૨)

પાઘ ઝૂકી વામ ભાગે પેચાળી, ભાલમાં ચંદન ખોર. નટવર. (૩)

અલબેલાને સરવે અંગે, ઉડે અત્તરની ફોર. નટવર. (૪)

ફૂલના તોરા ને ફોર લેવાને, ભ્રમર ભમે હારાનોર. નટવર. (૫)

વિશ્વવિહારીલાલજીને નિરખું, જેમ સુચંદ્રચકોર. નટવર. (૬)

મૂળ પદ

નિરખ્યા નંદકિશોર નટવર,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી