નિરખ્યા નંદલાલ મધુવનમાં, ૧/૧

પદ- ૪૪ …………………૧/૧

તોટક છંદની ચાલ.

નિરખ્યા નંદલાલ મધુવનમાં,

કરતા ખુબ ખ્યાલ સખી જનમાં;

નવરંગી કલંગી શિરે લળકે,

બેઉ કુંડળ કર્ણ વિષે ઝળકે. (૧)

મણીમાળ ગળે રહી છે લટકી,

અટકી ઉર લાગી ચિત્તે ચટકી;

ગજરા ફૂલના ગિરધારી ધર્યા,

ભ્રમરા ભટકે બહુ મોદ ભર્યા. (૨)

ફૂલદામ કરે ધરી ફેરવતા,

નજરે ધરી નેહથી નિરખતા;

સુરવાળ ગુલાબથી ગુંથી ધર્યો,

પટકો ખભે તે કુસુમોથી ભર્યો. (૩)

ચરણે ફૂલ ઝાંઝર ચિત હરે,

નિરખી છબી એ મુજ નેણ ઠરે;

મુખ બાત કરે મરમાળી હરિ,

વ્રજનારી સુણી હરખે જ ખરી. (૪)

કોઇ પંખો લઇને સમીર કરે,

કોઇ કંચન ઝારી કરે સુધરે;

કોઇ રીઝતી તાંબૂળને દઇને ,

હરિથી રીઝે હાર કોઇ લઇને. (૫)

વિનતી કરે કોઇ ઉમંગવડે,

કોઇ પાદવિષે ધરી પ્રેમવડે;

મળી વિશ્વવિહારીને આજ સખી,

નિરખી નિરખી હરખી હરખી. (૬)

મૂળ પદ

નિરખ્યા નંદલાલ મધુવનમાં,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી