લક્ષ્મી બાગમાંહિ સભા ભરી શામ, ૧/૧

પદ-૪૫ …………૧/૧

શ્રીજી મહારાજની મૂર્તિ વિષે.

રાગ દીંડી.

“અતિ ગહન પ્રભુ છે ગતિ તમારી.” એ રાગ.

લક્ષ્મી બાગમાંહિ સભા ભરી શામ,

બેઠા આવી દાસ પાસમાં તમામ,

ધર્યા અંગમાં અલબેલે અલંકાર,

અજબ આજની છબી બની અપાર. (ટેક)

શ્વેત પાઘ વામ ભાગ ઝૂકી સારી,

જેમા તોરા ને કલંગી શોભે ભારી,

છબી છોગાની અધિક છટાદાર. અજબ આજની. (૧)

શ્વેત જામો શ્વેત શેલું સુરવાળ,

શ્વેત હાથમાં રૂમાલ તણો તાલ;

શ્વેત કુંડલ હીરા જડિત તેજદાર. અજબ આજની. (૨)

ગળે શ્વેત સુમનમાળ છે વિશાળ,

ભલું શોભે ચંદનથી ભાલ;

હશે મંદ શ્વેતદંત છબીસાર, અજબ આજની. (૩)

શ્વેત સિંહાસન નંગથી જડેલ,

ઘણી ચાતુરીથી વિધિએ ઘડેલ;

બહુ શોભે તેના ઉપર શિરદાર. અજબ આજની. (૪)

શ્વેત કીર્તિ જેની વિશ્વ વિષે વ્યાપી,

એવા વિશ્વવિહારીજી છે પ્રતાપી;

શ્વેત શ્વેત ધર્યો સર્વ શણગાર. અજબ આજની. (૫)

વિધિએ= વિશ્વકર્માએ.

મૂળ પદ

લક્ષ્મી બાગમાંહિ સભા ભરી શામ,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી