સખી મેં જોયા આજ તો શ્રીઘનશામ . ૧/૧

પદ- ૪૭ ……………………..૧/૧

શ્રીકૃષ્ણનારાયણ વિષે.

(રાગ જંગલો)

“બતા દે સખી કૌન ગલી ગયો શામ” એ રાગ.

સખી મેં જોયા આજ તો શ્રીઘનશામ . સખી. (ટેક)

જમુના કિનારે ગોરી ગાયો ચરાવે, સાથે સખા અભિરામ. સખી. (૧)

શિશ મુકુટ કાને કુંડળ ઝળકે , કંઠમાં મોતી દામ. સખી. (૨)

મધુરે મધુરે સ્વરે મોરલી આલાપે, ગોઠવીને ત્રણ ગ્રામ. સખી. (૩)

મૂર્તિ જોઇ રહ્યું મન વળગી, ભૂલી જળ ભરવાનું કામ. સખી. (૪)

ચંદ્રસમાન વદનને વિલોકી, હૈડે જોવાની વધે હામ. સખી. (૫)

વિશ્વવિહારીલાલજી મુજને, રટના લાગી છે આઠું જામ. સખી. (૬)

મૂળ પદ

સખી મેં જોયા આજ તો શ્રીઘનશામ .

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી