સત્પુરુષની સાથ જેને સ્નેહ થયો નથી; ૧/૧

પદ- ૫૧ ………………૧/૧

સત્સંગતિ વિષે.

(રાગ ગજલ ઇંદ્રસભામાં ગવાતી ઢબની)

“ એ શું બોલો છો વિવેકી ભ્રાત ભર્થરી.” એ રાગ પ્રમાણે.

સત્પુરુષની સાથ જેને સ્નેહ થયો નથી;

ઉત્તમ ગુણ ક્યાંથી આવે, એ કહો કથી. (ટેક)

સંત હૃદયથી દયા, કદી જતી નથી;

દુષ્ટ હૃદયમાં કદીએ આવતી નથી. (૧)

સંત હૃદયથી ક્ષમા, કદી જતી નથી;

દુષ્ટ હૃદયમાં, કદીએ આવતી નથી. (૨)

સંત હૃદયથી , સુશિળતા જતી નથી;

દુષ્ટ હૃદયમાં કદીએ આવતી નથી. (૩)

સંત હૃદયથીજ, શાન્તિ તો જતી નથી;

દુષ્ટ હૃદયમાં, કદીએ આવતી નથી. (૪)

સંત હૃદયથીજ, સત્ય તો જતું નથી;

દુષ્ટ હૃદયમાં, કદીએ આવતુ નથી. (૫)

સંત હૃદયથીજ, ધર્મ તો જતો નથી;

દુષ્ટ હૃદયમાં, કદીએ આવતો નથી. (૬)

સંત હૃદયથીજ, ભક્તિ તો જતી નથી;

દુષ્ટ હૃદયમાં કદીએ આવતી નથી. (૭)

સંત હૃદયથીજ, જ્ઞાનતો જતું નથી;

દુષ્ટ હૃદયમાં કદીએ આવતું નથી. (૮)

સંત હૃદયથી, વૈરાગ તો જતો નથી;

દુષ્ટ હૃદયમાં, કદીએ આવતો નથી. (૯)

આ કહ્યો વિવેક છે, અનેક કામનો;

આદિ ભજો અંત તજો, સંગ તમામનો. (૧૦)

રઘુવીર સુત સુતનાં, આ વચન ધારજો;

દીનને દુઃખી દેખી, દુઃખથી ઉગારજો. (૧૧)

મૂળ પદ

સત્પુરુષની સાથ જેને સ્નેહ થયો નથી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી