પદ- ૫૨ ………………….૧/૧
શ્રી રાધિકાજીને શ્રીકૃષ્ણનારાયણ વર્યા એ વિષે.
“રુચતી કાં તીર્થયાત્રા યા સમયી ત્યાંસ તી” એ દક્ષિણી રાગ પ્રમાણે.
સુણ સજની આજ જોયા.
રસીઓ રંગે ભર્યા (૨) સુણ સજની. (ટેક)
સંગાતે ગોપબાળા, ફૂલ વીણે પ્યારથી;
પહેરાવે ફૂલ ગુંથી, રીઝાવે હારથી;
સખી રાધાજીને આજે, વનમાળીજી વર્યા. સુણ સજની. (૧)
લલિતાનાં લાડ પાળ્યા, કરુણા કોટી કરી;
જે સારુ ધામમાંથી, આવ્યા છે શ્રીહરિ;
કર ઝાલી કૃષ્ણ પોતે , મંગળ ચારે ફર્યા. સુણ સજની. (૨)
બહુ જીવો જુગ જોડી, જગનાં માતા પિતા;
નિજ જનને સુખ આપો, રાજી રાજી થતા;
એમ ઋષિયો ખુશી થઇને , આશિષો ઉચર્યા, સુણ સજની. (૩)
સુર સરવે મુદ પામ્યા, નિરખે નાકે૧ રહી;
ફૂલવૃષ્ટિ એહ ટાણે, શુભ સ્વર્ગેથી થઇ;
વાજીંત્રોને વજાડી, જય જય શબ્દો કર્યા. સુણ સજની. (૪)
ઘણી શોભા નિજ અંગે રસિયો ધારી રહ્યા;
છબી નિરખી કામ કોટી, મનમાં ઝાંખા થયા;
શ્રીહરિના પુત્ર પૌત્રે , અલબેલો ઉર ધર્યા. સુણ સજની. (૫)
_________________________________
૧. નાકે રહી= સ્વર્ગમાં રહીને.