જાય જાય રે શી રીતે દિવસ અમારા; ૧/૧

પદ- ૫૪…………………૧/૧
શ્રીકૃષ્ણનારાયણના વિરહ વર્ણન વિષે.(રાગ મરશિયાનો)
ધિક ધિક રે પ્રભુ ભજ્યો નહિ આ ટાણે-એ રાગ
 
જાય જાય રે શી રીતે દિવસ અમારા;
થયા નંદકુંવર સખી ન્યારા રે,  જાય જાય રે. (ટેક)
સખી ઉમ્મર અમારી છોટી,
કરી ઘાત મોહનજીએ મોટી
હવે કરીએ ઉપાય કોટી કોટી રે.  જાય. (૧)
મળી કુબજા મથુરામાં માઠી
ભુંડી ભણવે હિંદી મરાઠી;
એથી નાથજીની અક્કલ નાઠી રે.  જાય. (૨)
એને તરછોડ્યાના પડ્યા હેવા;
નહી સ્વારથિયા કોઇ એહ જેવા;
પ્રભુને ઠપકા ઘણાં શું હવે દેવા રે.  જાય. (૩)
જેમ પાસમાં પાડે શિકારી,
પછી નાખે છે મૃગલાને મારી.
એવા બનિયા ગુણવંત ગિરધારી રે.  જાય. (૪)
જેમ વાદી તે વંશી વગાડે,
મહા નાગને તો ફાંસામાં પાડે,
એમ રસિયોજી અમને રંજાડે રે.  જાય. (૫)
એણે સીતાને ઘણી સંતાપી,
કૃષ્ણ કરુણા ન લાવ્યા કદાપિ;
સીતાજીએ તજ્યા નહીં તથાપિરે.  જાય. (૬)
એણે વામન સ્વરૂપ જુઓ ધારી,
વળી છળીયો શરીર તે વધારી;
એની અક્કલ ત્રિલોક થકી ન્યારી રે.  જાય. (૭)
એણે વિદાયોં કપટથી વાળી,
થઇ સુગ્રિવ મિત્ર વનમાળી;
એવી જાત એની અટકચાળી રે.  જાય. (૮)
એણે કપટ કરીને માશી મારી,
એણે દીધો મામાને સંહારી;
રહ્યા કુબજા સંગાતે બ્રહ્મચારી રે.  જાય. (૯)
ઘણુ કપટ ભર્યું છે એણે હૈયે,
કહી કહીને કેટલુક કહિયે;
તોય એને આધિન અમે રહિયે રે.  જાય. (૧૦)
વિશ્વવિહારીલાલજી મળશે,
પુણ્ય પ્રાચીન અમારા ફળશે.
તાપ ત્રિવિધિના ત્યારે ટળશે રે.  જાય. (૧૧) 

મૂળ પદ

જાય જાય રે શી રીતે દિવસ અમારા;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી