લલિત શ્રીહરિ, આજ નિરખી, અધિક ઉપજ્યો પ્રેમ હે સખી; ૧/૧

પદ- ૫૭ ………………૧/૧

જ્ઞાનબાગમાં શ્રીજી મહારાજના દર્શન વિષે.

(લલિત ચંદ)

લલિત શ્રીહરિ, આજ નિરખી,

અધિક ઉપજ્યો પ્રેમ હે સખી;

સરસ શોભિતા, ફૂલ બાગમાં,

ભૂમિ તણા રૂડા, ભાળી ભાગમાં. (૧)

કદળિના કર્યા થાંભલા ખડા,

કમળ પુષ્પથી , શોભિતા રૂડા;

ફૂલ તણો હતો, મંચ તે કર્યો,

ફૂલ ફૂલનિ ઉપરે, ચાકળો ધર્યો. (૨)

કમળનું દિસે છત્ર શોભતું,

હરઘડી દિએ ખૂબ હાલતું;

શ્રીજી વિરાજીયા, એહ ઉપરે,

મન જનો તણાં, હેરતા હરે. (૩)

જળ તણા ભર્યા, હોજ હારમાં,

પાણી ઉછળે, શુભ ફૂવારમાં;

શિતળ વાયરો સરસ વાઇને,

હરિની સેવના, લે કમાઇને. (૪)

ભ્રમર રાગમાં , ગાઇને ઘણું,

મન ખુશી કરે, શ્રીહરિ તણું;

સકળ મુક્તની ત્યાં સભા ભરી,

શ્રીજીયે ઘણી, વારતા કરી. (૫)

શ્રવણ માત્રથી, શોકતો ટળ્યો,

જન્મ માહ્યરો , આજ તો ફળ્યો;

વિશ્વવિહારીની બની છબી રૂડી,

નિરખવા સખી, હું રહી ખડી. (૬)

___________________________________

લલિત= સુદર.

મૂળ પદ

લલિત શ્રીહરિ, આજ નિરખી, અધિક ઉપજ્યો પ્રેમ હે સખી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી