દુ:ખી દિવસ ને રાત, શ્રીજી વિના, દુ:ખી દિવસ ને રાત ૧/૧

દુ:ખી દિવસ ને રાત, શ્રીજી વિના, દુ:ખી દિવસ ને રાત;
				સાંભળ સખી મુજ વાત...શ્રીજી૦ ટેક.
ઘડીઓ જુગ જેવી થઈ રે, દિવસ કલ્પ સમાન;
	માસ પક્ષ જાતા નથી રે, મને ભાવે ન ભોજન પાન...શ્રીજી૦ ૧
ચિત્ત મારું અતિ ચરચરે રે, આંખે આંસુડાની ધાર;
	પંથ નિહાળું પ્રેમથી રે, ક્યારે આવશે ધર્મકુમાર...શ્રીજી૦ ૨
અવગુણ અબળા રાંકના રે, શો સમજ્યા હશે શ્યામ;
	કાં તો કર્યા વશ કોઈએ રે, કાં તો ભૂલી ગયા મુજ નામ...શ્રીજી૦ ૩
બાળપણામાંથી તજ્યાં રે, નિર્દય થઈને નાથ;
	મહાવગડામાં મેલિયાં રે, કોઈ નહિ સંગાથ...શ્રીજી૦ ૪
કોમળ કમળ નાથ છો રે, કઠણ કેમ થયા આજ;
	શ્રીજી વિના સાહેલડી રે, આપે કોણ મુને સુખસાજ...શ્રીજી૦ ૫
એક ભરોંસો એહનો રે, ચાત્રક સરખી ટેક;
	રાત દિવસ સંભારીએ રે, એના અખંડ ગુણ અનેક...શ્રીજી૦ ૬
મંગળ મૂરતિ વિશ્વમાં રે, વિશ્વવિહારીલાલ;
	પ્રેમે સહિત નિત્ય પાળશે રે, સમે તે લેશે સંભાળ...શ્રીજી૦ ૭
 

મૂળ પદ

દુ:ખી દિવસ ને રાત, શ્રીજી વિના, દુ:ખી દિવસ ને રાત;

મળતા રાગ

વેરાડી

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)
ધાની
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
એકલડા કેમ રહેવાય
Studio
Audio
0
0