અહો ! સખી શું ? કહું આજે, નિત્ય તલપુ પ્રભુ કાજે; ૧/૧

 પદ- ૬૦ ……………………૧/૧

શ્રીકૃષ્ણ નારાયણ વિષે.
“ મહા જુલમ જગત માંહે.” એ રાગ પ્રમાણે.
અહો ! સખી શું ? કહું આજે, નિત્ય તલપુ પ્રભુ કાજે;
અહો ! સખી શું ?                                                        (ટેક)
મથુરામાં ગયા મોહન, તપે મુજ તન, ભાવે નહિ અન્ન;
મૂક્યાં મહારા-જે. અહો ! સખી શું ?                              (૧)
મળી વેરણ કુબજા છેક, મટાડ્યો વિવેક, તજાવી ટેક;
તોય નહિ લા-જે . અહો ! સખી શું ?                            (૨)
જુઓ ધૂતારાના ઢંગ, બન્યા અડબંગ, કુબજાસંગ;
આવું શું ? છા- જે અહો ! સખી શું ?                             (૩)
ઘણો અગ્નિ હૃદયમાં થાય, જીવ ગભરાય, દિવસ કેમ જાય ?
બિના વૃજરા- જે . અહો ! સખી શું ?                            (૪)
છે વિશ્વવિહારી સુજાણ, પ્રીતમ મુજપ્રાણ, મળ્યાની તાણ;
દીલડું દા-ઝે. અહો ! સખી શું ?                                   (૫)
 

મૂળ પદ

અહો ! સખી શું ? કહું આજે, નિત્ય તલપુ પ્રભુ કાજે;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી