પ્રિય હરિજનો વાત કહું સારી રે, ૧/૨

પદ- ૬૨ ………………………૧/૨

નીતિ વિષે.

(રાગ દક્ષિણી લાવણી, તાલ દાદરા)

“ નાથ નવ કરો , બાત ઘર જવાની રે, ” એ રાગ પ્રમાણે..

પ્રિય હરિજનો વાત કહું સારી રે,

નીતિ વિશેષ ધરો હમેશ, ટળશે ક્લેશ , સુખ અશેષ

પામશે મુરારી રે. પ્રિય હરિજનો. (ટેક)

ધરમથી રીઝે ધર્મના કુમાર રે,

અખિલ ઇશ, શ્રીજગદીશ, તેને ભજીશ, તોજ તરીશ;

ભવસિંધુ આ ભારી રે. પ્રિય હરિજનો. (૧)

સત્યને દયા જે ધરે નરનારી રે,

ઉપજે જ્ઞાન, ટળશે માન, હરિનું જ્ઞાન, સુણશે કાન;

ચિત્તવૃત્તિ સુધારી રે. પ્રિય હરિજનો. (૨)

નીતિ ધરી હરિમાં કરે જે પ્રીતિ રે,

દુઃખથી દૂર , થઇ જરૂર, પામશે નૂર, એ ભરપૂર;

અતિ થઇ અવિકારી રે. પ્રિય હરિજનો. (૩)

અમૃતપાનથી અમર શરીર થાય રે,

નીતિથી તેમ, પામશો ક્ષેમ, તજીને વ્હેમ, ધરજો પ્રેમ;

વિનવી વિશ્વવિહારી રે. પ્રિય હરિજનો. (૪)

_______________________________________________

દક્ષ= ડાહ્યા, ભવસિંધુ= સંસારસમુદ્ર, અવિકારી = વિકાર રહિત.

મૂળ પદ

પ્રિય હરિજનો વાત કહું સારી રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી