જગતમાં રૂડો, જન્મ જરૂર પામી રે, ૨/૨

પદ-૬૩ ……………………૨/૨
દૂર્લભ મનુષ્ય દેહની પ્રાપ્તિ પછી પ્રાણીનું શું કર્તવ્ય તે વિષે.
 
જગતમાં રૂડો, જન્મ જરૂર પામી રે,ધરી ઉમંગ, અધિક અંગ, સુસતસંગ, ના પ્રસંગ;થી રીઝે બહુનામી રે.  જગતમાં રૂડો. (ટેક)
મનુષ્ય દેહથી રહી જશે જો ખામી રે,વારમવાર, બહુ અવતાર, ધરીને માર, પડે અપાર;રખડ્યો હરામી રે.  જગતમાં રૂડો. (૧)
હરિ ભજ્યા વિના આવરદા નકામી રે,ધરમધાર, સત્ય ઉચ્ચાર, દયા વધાર, તન અસાર;સુખ દેશે જગસ્વામી રે.  જગતમાં રૂડો. (૨)
ઘણી દયા કરી ઇશ્વરે દેહ દીધો રે,શ્રીઘનશામ, નહીં લે નામ, લુણ હરામ, એ નરવામ;થશે જ નરકગામી રે.  જગતમાં રૂડો. (૩)
વિશ્વવિહારીને ભજશે ભાવ લાવી રે,થઇ નિષ્કામ , અક્ષર ધામ, માં વિશ્રામ, લેશે તમામ;સંત કહે કર ભામી રે.  જગતમાં રૂડો. (૩)
 
નરકગામી= નરકમાં પડનાર. 

મૂળ પદ

પ્રિય હરિજનો વાત કહું સારી રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી