મર્યાદ બાંધેલ સ્વધર્મ કેરી, પાળે સદા પ્રીત ધરી ઘણેરી; ૧/૧

પદ- ૬૭ ……………………૧/૧

સાચા સંતના ગુણ વિષે.

(ઉપજાતિ છંદ)

મર્યાદ બાંધેલ સ્વધર્મ કેરી,

પાળે સદા પ્રીત ધરી ઘણેરી;

લોપે જરાએ નહીં નિમ જેહ,

સાચા પ્રભુના શુભ સંત તેહ. (૧)

સૃજે નહીં ગ્રામ્ય કથા પ્રસંગ,

અખંડ ભક્તિ પથમાં ઉમંગ;

મિથ્યા ગણે દુઃખદ નિજ દેહ,

સાચા પ્રભુના શુભ સંત તેહ. (૨)

આત્મા તણો નિત્ય કરે વિચાર,

અસાર સંસાર ગણે અપાર;‌

નારી થકી નિત્ય જ નિસ્પ્રેહ,

સાચા પ્રભુના શુભ સંત તેહ. (૩)

મુમુક્ષુને બોધ અખંડ આપે,

કંકાસને ક્લેશ હમેશ કાપે;

પો'ચાડી દે અક્ષરધામ એહ,

સાચા પ્રભુના શુભ સંત તેહ. (૪)

દયાલુ ને દંભ રહિત ચિત્ત,

સુજ્ઞાન વિજ્ઞાન ક્ષમા સહિત;

સદૈવ નારાયણમાં જ નેહ,

સાચા પ્રભુના શુભ સંત તેહ. (૫)

_________________________________________

ગ્રામ્યકથા= સંસારિક વાર્તા, પથમાં= માર્ગમાં.

મૂળ પદ

મર્યાદ બાંધેલ સ્વધર્મ કેરી, પાળે સદા પ્રીત ધરી ઘણેરી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી