ત્યાગી ભૌતિક દેહ અક્ષર વિષે, સુખે કરીને જાવું, ૧/૧

પદ – ૬૯ …………૧/૧

સર્વોપરિ મુક્તિ વિષે

(શાર્દૂલવિક્રીડિત વૃત.)

ત્યાગી ભૌતિક દેહ અક્ષર વિષે, સુખે કરીને જાવું,

રાધા લક્ષ્મી સમાન પ્રેમ ધરીને, શ્રીજી સમીપે થવું;

સેવા શ્રીહરિની સદૈવ કરવી, ત્યાં દિવ્ય દેહે કરી,

માની ઉદ્ધવ પંથમાં સુખ થવા, તે મુક્તિ સર્વોપરિ. (૧)

આત્યંતિક સુમોક્ષની અતિ ઘણી, જો ઉર ઇચ્છા ધરો,

પ્રીત્યે શ્રીહરિને પ્રસન્ન કરવા, સત્સંગ તો આશરો;

સત્સંગેથી અનેક ખામી ટળશે, સૌ સિદ્ધિને પામશો,

ક્યારે સંગ કુસંગનો સમજીને, શાણા નહિ સેવશો, (૨)

­­­­­­­­­­________________________________________

ભૌતિક દેહ= પંચમહાભુતથી થયેલુ આ શરીર.

આત્યંતિક મોક્ષ= દિવ્ય ભાગવતિ શરીરથી અક્ષરધામમાં

શ્રી સહજાનંદ સ્વામીની સેવામાં રહેવું તે.

મૂળ પદ

ત્યાગી ભૌતિક દેહ અક્ષર વિષે, સુખે કરીને જાવું,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી