નિત્ય નિરખું નેણા ભરી, છબી સ્નેહે શ્રીઘનશામની.૨/૨

પદ- ૭૪ …………….૨/૨

નિત્ય નિરખું નેણા ભરી, છબી સ્નેહે શ્રીઘનશામની. (ટેક)

રવિ કોટી તૂલ્ય પ્રકાશ છે, અંગો અંગે અધિક ઉજાસ છે;

અક્ષર મુક્તને છે આરામની. છબી. (૧)

મુખ પૂર્ણચંદ્ર સમાન છે, ભગવાન ભીને વાન છે;

શોભા શી ? કહું સુખધામની. છબી. (૨)

જેમ ઝળકે મેઘમાં વિજળી, એમ આભરણ છબી અંગે મળી;

પ્યારી મૂરતિ પૂરણકામની. છબી. (૩)

વિશ્વેવર વિશ્વવિહારીને, રહું રાજી ઉરમાં ધારીને;

રટું માળા હરિ ગુણગ્રામની. છબી. (૪)

મૂળ પદ

વરતાલવાસીને વિનવું, હરિકૃષ્ણજી મહારાજને ;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી