ભરુચમાં જોયા મેં ભવભયહારી રે, ૧/૫

પદ- ૮૧ ……………………૧/૫

ભ્રુગુપુરના મંદિરમાં મૂર્તિના વર્ણન વિષે.

(દોહરો)

ભાળ્યું શ્રીભૃગુપુરમાં, ધર્મ તનુજનું ધામ;

જેમાં પ્રગટ પ્રભુ વસે.શ્રીહરિ પૂરણકામ. (૧)

મંદિરથી દક્ષિણ દિશે, વહે નર્મદા નીર;

નિર્મળ જળ જેનું અતિ, ત્રિભુવન પાવન તીર. (૨)

--------------------

“સરવે સખી જીવન જોવાને ચાલો રે, ” એ રાગ પ્રમાણે.

ભરુચમાં જોયા મેં ભવભયહારી રે,

જે છે વા'લો અક્ષરપતિ અવતારી રે. (ટેક)

પૂર્વતણું મંદિર જેહ અનૂપ રે,

તેમાં શોભે શ્રીજી ધર્મકુળ ભૂપ રે. (૧)

અંગો અંગ શોભા અલૌકિક જોઇ રે,

જન તણા મન રહે તેમાં મોહિ રે. (૨)

ધર્યાં વા'લે વસ્ત્ર અને અલંકાર રે;

મંદમંદ હસે છે ધરમકુમાર રે. (૩)

ધર્મ અને ભક્તિ માતા સુખકારી રે;

જોડે ઉભા વા'લો શ્રીવિશ્વવિહારી રે. (૪)

મૂળ પદ

ભરુચમાં જોયા મેં ભવભયહારી રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી