પશ્ચિમનું જે મનોહર મંદિર રે, ૩/૫

પદ – ૮૩ ………………૩/૫

(રાગ ઉપર પ્રમાણે)

પશ્ચિમનું જે મનોહર મંદિર રે,

તેમાં સુખ સજ્યા રાજે છે રુચિર રે. (ટેક)

ચાંદી તણી ચિત્ર પ્રતિમા જેહ રે,

ધર્મપુત્ર કેરી અલૌકિક એહ રે. (૧)

તેજ અંગોઅંગમાં દિસે અપાર રે;

ઉભા આવી સ્વયમ્ અક્ષર આધાર રે. (૨)

બીજી ચિત્ર મૂરતિયો તેમાં રંગિત રે,

તેહ પણ તેવીને તેવી શોભિત રે. (૩)

દર્શન કરતાં પાપ પ્રલય થઇ જાય રે,

રીઝે વા'લો વિશ્વવિહારીરાય રે. (૪)

મૂળ પદ

ભરુચમાં જોયા મેં ભવભયહારી રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી