પશ્ચિમની રૂપ ચોકી જે રૂપાળી રે, ૪/૫

પદ – ૮૪ ……………૪/૫

(રાગ ઉપર પ્રમાણે)

પશ્ચિમની રૂપ ચોકી જે રૂપાળી રે,

દેરિયો ત્યાં બે નૌતમ નિહાળીરે . (ટેક)

તેમાં હર હેરંબને હનુમાન રે,

સામા સામા શોભી રહ્યા ગુણવાન રે. (૧)

ઉમિયાજી નંદીશ્વર રિદ્ધબુદ્ધ રે ,

વંદે જેને વિનય આણી વિબુદ્ધ રે. (૨)

ઘૂમટમાં સોનેરી રંગે રંગિત રે,

શ્રીજી તણાં રૂપ શોભે અગણિત રે. (૩)

જોઇ જોઇ મોહિ રહે જનવૃંદ રે,

સદા વિશ્વવિહારીજી સુખકંદ રે. (૪)

મૂળ પદ

ભરુચમાં જોયા મેં ભવભયહારી રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી