ભૃગુપુરનું શિખરબંધ મંદિર રે, ૫/૫

પદ – ૮૫ …………૫/૫

(રાગ ઉપર પ્રમાણે)

ભૃગુપુરનું શિખરબંધ મંદિર રે,

શોભા તેની જોતાં રહે જન સ્થિર રે. (ટેક)

જાણે હિમાચળના શિખર જેહ રે,

આવ્યાં અહીં પ્રભુને સેવવા એહ રે. (૧)

સોના તણાં કળશ ઝળકે અપાર રે,

જાણે ચંદ્ર સૂરજ તેજ અંબાર રે. (૨)

ધ્વજ હાલી બોલતો એમ જણાય રે,

મોક્ષ માટે લોક આવો સહુ આંય રે. (૩)

જાણી ભૃગુ ઋષિનુ સ્થલ સુખકારી રે,

વસ્યા અહીં વા'લો શ્રીવિશ્વવિહારી રે. (૪)

મૂળ પદ

ભરુચમાં જોયા મેં ભવભયહારી રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી