લક્ષ્મીવર, લેહરખડા લાલન ઉઠોને અલબેલા રે ૨/૪

લક્ષ્મીવર લેહરખડા લાલન, ઊઠોને અલબેલા રે;
	દાસ તમારાં દર્શન કારણ, આવીને ઊભેલા રે	...લક્ષ્મીવર૦ ૧
કાજુ કળી ગુલાબી કેરા, ગજરા મેં ગૂંથેલા રે;
	જાગો તો જગજીવન તમને, પહેરાવું સૌ પહેલા રે	...લક્ષ્મીવર૦ ૨
કંચન કેરા થાળ કટોરા, ભોજન શાક ભરેલા રે;
	દીનાનાથ જમો કરી દાતણ, વાલમ વહેલા વહેલા રે	...લક્ષ્મીવર૦ ૩
ઊઠો તો શીર કેશ ઓળીશું, અરસપરસ ઉલઝેલા રે;
	બ્રહ્માનંદ કહે વાર થઈ કેમ, કૂણે વશ કીધેલા રે	...લક્ષ્મીવર૦ ૪
 

મૂળ પદ

કમલાવર ઉઠો તો કાજુ

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી