છું પૂરવ જનમની નાથ, દાસી તમારી રે;૨/૪

પદ- ૮૮ ………………૨/૪.
 
છું પૂરવ જનમની નાથ, દાસી તમારી રે;કરો મહેર વધારી માફ, ચૂક અમારી રે.  (ટેક)
ગુણ અવગુણ અબળા રાંકના, નવ ગણીએ રે;ઉર માંહિ વસ્યા છો આપ, ઝાઝુ શુ ? ભણીએ રે.  (૧)
નથી તમથી નાથ અધિક, કાંઇ અમારું રે;તન મન ધન ત્રિભુવનરાય, સર્વ તમારું રે.  (૨)
તમે મળવા મુને મહારાજ, વચન દીધેલું રે;માટે આવો હે!, અલબેલ અળગા નહીં મેલું રે.  (૩)
રાખું છાતી ઉપર છેલ, હાર હજારી રે;ભગવતસુતનાં સુખકંદ, સ્નેહ વધારી રે.  (૪) 

મૂળ પદ

સખી લાવોને કાગળ એક લખીએ હરિને રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી