લટકાળા દિવસ રાત, છે રઢ લાગી રે;૩/૪

પદ- ૮૯ …………………૩/૪

લટકાળા દિવસ રાત, છે રઢ લાગી રે;

નહીં જાશો ત્રિભુવનનાથ, અમને ત્યાગી રે. (ટેક)

વાલા નેહ ભરેલાં નેણ, નિરખું જ્યારે રે;

મુને ઉપજે હરખ અપાર, અંતર ત્યારે રે. (૧)

વા'લા હસ્તા હસ્તા નાથ, મંદિર આવો રે;

મને મર્મ કરી મહારાજ, હેતે બોલાવો રે. (૨)

જ્યારે ચાલો છો ચંચલ ચાલ, પહેરી ચાખડિયું રે;

ત્યારે ઠરે અમારી અપાર, જોઇ આંખડિયું રે. (૩)

કહે ભગવત સુત સુખકંદ, બેઉ કર જોડી રે;

નહીં છેટા જાશો છેલ , મુજ ઘર છોડી રે. (૪)

મૂળ પદ

સખી લાવોને કાગળ એક લખીએ હરિને રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી