મારું કહેવાનું કમળાનાથ, ઉરમાં આણો રે;૪/૪

પદ-૯૦ ……………….૪/૪

મારું કહેવાનું કમળાનાથ, ઉરમાં આણો રે;

મુજ મંદિરમાં મહારાજ, મોજો માણો રે. (ટેક)

છે સર્વ પ્રકારે સુખ, દુઃખ ન કાંઇ રે;

નિત્ય રીઝાવું રસિયારાજ ગુણ શુભ ગાઇ રે. (૧)

વા'લા ભોજન કરી બહુ ભાત, જુગતે જમાડું રે;

પ્રભુ પ્રેમની કહી વાત, આનંદ પમાડું રે. (૨)

મુખમાં મેલું મહારાજ – બીડી વાળી રે;

પ્રેમે પાથરું સુવાને કાજ, સેજ સુંવાળી રે. (૩)

સદા ભગવતસુત ભલી ભાત, એ વર માગે રે;

રહો ધર્મકુંવર મહા ધીર, નેણાંની આગે રે. (૪)

_______________________________

સેજ = સજ્યા,

મૂળ પદ

સખી લાવોને કાગળ એક લખીએ હરિને રે,

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી