ધર્મ તણે ઘેર સજની, રજની આજે આનંદની જાણી; ૧/૧

પદ -૯૨ …………………૧/૧

વધામણીની ગીતિ ( આર્યા છંદ)

ધર્મ તણે ઘેર સજની, રજની આજે આનંદની જાણી;

પ્રગટ્યા શ્રીપુરષોત્તમ, સુખ દેવા જનને સારંગપાણી. (૧)

ચાલો દરશન કરીએ, પ્રભુ નિરખીને પાવન તો થઇએ;

આનંદ ઉરમાં આણી, સ્નેહ સહિત ગુણ તો હરિના ગઇએ. (૨)

સુણી રીઝી સહુ સખીઓ, સજ્જ થઇ હરિ દરશનને માટે;

હૈડે હરખ અતિશે, ચાલી વાતો બહુ કરતી વાટે. (૩)

કેશ સમારી બેશ, વેશ ધર્યો નિજ તનનો પણ તેવો;

પ્રેમ ધર્યો ઉર એવો, ગોકુળવાસી ગોપીના જેવો. (૪)

કર કંચનની થાલી, તેમાં અક્ષત ચંદન ફૂલ ભરિયાં;

ગજ મુક્તાફળ ભારે, ધર્મકુંવરને વધાવવા ધરિયાં. (૫)

ટોળે મળી સહુ સખીયો, ધર્મ દેવને આંગણે સહુ આવી;

પ્રેમે પ્રભુને પૂજી, લીધાં મીઠડાં ભાવ અધિક લાવી. (૬)

પ્રેમવતીની પાસે, મોહનજીનું મુખ સુંદર જોયુ;

ભગવતસુત કહે છે , હરિ મૂરતિમાં મન સહુનું મોહ્યું. (૭)
______________________________________

રજની= રાત્રી.

મૂળ પદ

ધર્મ તણે ઘેર સજની, રજની આજે આનંદની જાણી;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી