ઉન્મત્ત ગંગા ઉત્તમ અતિ, જેનું નિર્મલ નીર;૧/૨

પદ -૯૭ …………………૧/૨

ઉન્મત ગંગાના મહાત્મ વિષે. (રાગ રામગ્રી)
“ ભૂલી ભમે છે ભામની “ એ રાગ.
ઉન્મત્ત ગંગા ઉત્તમ અતિ, જેનું નિર્મલ નીર;
સ્નાન કર્યું જેમાં સ્નેહથી, શ્રીઘનશામ શરીર. ઉન્મત્ત ગંગા.  (ટેક)
અક્ષરમુક્ત આનંદથી રે, નહાય ગંગામાં નિત્ય;
શંભુ ધરે શિર ઉપરે, પૂરણ આણીને પ્રીત. ઉન્મત્ત ગંગા.  (૧)
પુનિત પતિત પાવની રે, જેનો મહિમા અગાધ;
દર્શન ઇચ્છે દેવતા, નિશ્ચે થાવા નિરબાધ. ઉન્મત્ત ગંગા.  (૨)
શ્રાદ્ધ કરે જેમાં સ્નેહથી , જઇને જે નરનાર;
પિત્રી તેના પરલોકમાં, પામે તૃપ્તિ અપાર. ઉન્મત્ત ગંગા.  (૩)
જળચર એ ગંગા તણાં રે, તજે જ્યારે શરીર;
વિમાને ચઢીને વૈકુંઠમાં , જાય છે એ અચિર. ઉન્મત્ત ગંગા. (૪)
અક્ષરપતિ નહાયા એહમાં, પ્રેમ ભરી ભરપૂર;
ભગવતસુત કહે સ્નેહથી , કરજો જાત્રા જરૂર. ઉન્મત્ત ગંગા. (૫)

મૂળ પદ

ઉન્મત્ત ગંગા ઉત્તમ અતિ, જેનું નિર્મલ નીર;

રચયિતા

વિહારીલાલજી મહારાજ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી