નારાયણ કમળાવર નૌતમ જાગો જીવન મારા રે ૩/૪

નારાયણ કમલાવર નૌતમ, જાગો જીવન મારા રે;
	પ્રાત : થયું બોલ્યાં વનપંખી, ફૂલ્યાં કમળ સવારાં રે	...નારાયણ૦ ૧
ઇન્દ્રાદિક નારદમુનિ આદિ, આવ્યા દેવ અપારા રે;
	શિવ નંદી પારવતી સહિતા, દ્વાર કર્યા ઉતારા રે	...નારાયણ૦ ૨
વીણા તાલ મનોહર બાજે, મૃદંગતણા ઘમકારા રે;
	ઘેરે મધુરે સાદ ગુણિજન, ગાવે ચરિત્ર તમારાં રે	...નારાયણ૦ ૩
ભાવે સહિત જમો મન ભાવન, ભોજન સારાં સારાં રે;
	આળસ તજી મહાપ્રભુ ઊઠો, બ્રહ્માનંદના પ્યારા રે	...નારાયણ૦ ૪
 

મૂળ પદ

કમલાવર ઉઠો તો કાજુ

મળતા રાગ

ભૈરવ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી